આઈ ખેડૂત પોર્ટલ યોજના 2025
તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે નવિન આઇ ખેડુત પોર્ટલની વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઇ ખેડુત પોર્ટલ તા.૨૪/૦૪/૨૦૨૫ થી તા.૧૫/૦૫/૨૦૨૫ સુધી ખુલ્લું મૂકવામાં આવેલ છે.
👉અરજી કરતાં પહેલા ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત છે ત્યારબાદ લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકાશે.
👉પોર્ટલ પર અરજી મેળવવાની સમય મર્યાદા પુર્ણ થયા બાદ તમામ અરજીઓનો જિલ્લા/તાલુકા કક્ષાએથી ડ્રો કરવામાં આવશે અને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે જે મુજબ લક્ષ્યાંકની મર્યાદામાં પુર્વમંજુરી આપવામાં આવશે જેથી અરજી કરવા પોર્ટલ ૨૨ દિવસ સુધી ખુલ્લું રહેશે.
👉 ખેડૂતોએ પોતાના સમય અનુસાર ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવે છે.
ખેતીવાડી ખાતામાં નીચે મુજબના ૪૯ ઘટકોમાં અરજી કરવા પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે.
૧) વનબંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ (અનુ. જનજાતિના ખેડૂતો માટે)
૨) ગ્રામ્ય સ્તરે ફાર્મ મશીનરી બેંકની સ્થાપના (૩૦ લાખ યુનિટ કિમત સુધી)
૩) કસ્ટમ હાયરિંગ સેન્ટરની સ્થાપના
૪) રેઇઝ બેડ પ્લાન્ટર
૫) પાક મૂલ્ય વૃદ્ધિ
૬) ટ્રેક્ટર ટ્રેલર
૭) રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો)
૮) મિલેટ પ્રોસેસિંગ યુનિટ
૯) સોલાર પાવર યુનિટ/કીટ
૧૦) ડ્રોનથી છંટકાવ
૧૧) સ્માર્ટફોન ની ખરીદી પર સહાય
૧૨) એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ
૧૩) વોટર કેરીંગ પાઇપલાઈન
૧૪) માલ વાહક વાહન
૧૫) પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)
૧૬) વ્હીલ હો (આંતરખેડનું સાધન)
૧૭) માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન)
૧૮) પશુ સંચાલીત વાવણીયો
૧૯) પ્લાન્ટર (અન્ય પ્રકારના )
૨૦) વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના )
૨૧) રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર
૨૨) પ્લાઉ (તમામ પ્રકારના )
૨૩) શ્રેડર/ મોબાઇલ શ્રેડર
૨૪) રીપર/બાઈન્ડર (તમામ પ્રકારના)
૨૫) અન્ય ઓજાર/સાધન
૨૬) રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
૨૭) પોસ્ટ હાર્વેસ્ટના સાધનો
૨૮) પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલી
૨૯) પમ્પ સેટ્સ
૩૦) બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન
૩૧) સબસોઈલર
૩૨) બ્રસ કટર
૩૩) પાવર ટીલર
૩૪) પોટેટો ડીગર
૩૫) પોટેટો પ્લાન્ટર
૩૬) કમ્બાઇન્ડ હાર્વેસ્ટર
૩૭) ગ્રાઉન્ડનટ ડીગર
૩૮) પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
૩૯) તાડપત્રી
૪૦) હેરો (તમામ પ્રકારના )
૪૧) પાવર થ્રેસર
૪૨) લેન્ડ લેવલર
૪૩) લેસર લેન્ડ લેવલર
૪૪) રોટાવેટર
૪૫) ટ્રેક્ટર (20 PTO HP થી વધુ અને 60 PTO HP સુધીના)
૪૬) પોસ્ટ હોલ ડીગર
૪૭) વિનોવીંગ ફેન
૪૮) કલ્ટીવેટર
૪૯) ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર
વધુમાં હવેથી તમામ ઘટકોમાં અરજી કર્યા બાદ પૂર્વમંજૂરી આવ્યા બાદ ખરીદી કરવાની રહેશે
આઈ ખેડૂત પોર્ટલ યોજના 2025 જરૂરી દસ્તાવેજો: ikhedut portal registration documents
- ૭/૧૨ જમીન રેકોર્ડની નકલ
- SC/ST ખેડૂતો માટે જાતિ પ્રમાણપત્ર
- આધાર કાર્ડની નકલ
- રેશન કાર્ડની નકલ
- સહકારી મંડળીના સભ્યપદ વિશેની માહિતી (જો લાગુ હોય તો)
- મોબાઇલ નંબર
- બેંક પાસબુક
Ikhedut Portal Yojana List: આઈ ખેડૂત પોર્ટલ યોજના લિસ્ટ
ક્રમ | વિભાગનું નામ |
1 | ખેતીવાડી ની યોજનાઓ |
2 | પશુપાલનની યોજનાઓ |
3 | બાગાયતી યોજનાઓ |
4 | મત્સ્ય પાલન ની યોજનાઓ |
આઈ ખેડૂત પોર્ટલ યોજના 2025 Important Link
Sr.No | Subject |
1 | Ikhedut Portal Website |
2 | Ikhedut Portal Application Status |
3 | Ikhedut Portal Application Print |